Satya Tv News

આશીર્વાદ માનવ મંદિર નીરાઘારો માટે બન્યું આધાર
મંદબુદ્ધિના નિરાધાર લોકોને હૂફ આપીને સાજા કરાયા
૫૫ લોકો સ્વસ્થ થતાં તેઓનું પરિવાર સાથે મિલન

https://fb.watch/ma1vPSMOnX/

કામરેજનું આશીર્વાદ માનવ મંદિર નીરાઘારોનો આધાર બન્યું છે, અનાથ આશ્રમ દ્વારા ૩૫ જેટલા લોકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું,છેલ્લા ઘણા સમયથી તમામ લોકો આશીર્વાદ માનવ મંદિર ખાતે આશરો લીધો હતો.

સુરતના કામરેજ ખાતે આવેલું આશીર્વાદ માનવ મંદિર નિરાધાર લોકો માટે ખરા અર્થમાં આશીર્વાદ મંદિર સાબિત થયું છે, કારણે અહી રસ્તે રખડતા મંદ બુદ્ધિના નિરાધાર લોકોને આશરો આપવામાં આવે છે,આશીર્વાદ માનવ મંદિરમાં અત્યાર સુધી ૨૫૦૦ થી વધુ નિરાધાર લોકો આશરો લઈ ચૂક્યા છે, ત્યારે હાલ આશીર્વાદ માનવ મંદિરમાં ૫૦૦થી પણ વધુ લોકો આશરો લઈ રહ્યા છે,મંદ બુદ્ધિ,તરછોડાયેલા લોકો તેમજ રસ્તે ભટકતા લોકો માટે આશીર્વાદ માનવ મંદિર સ્વર્ગ સામાન છે ,કારણે અહી રહેવાની સાથે નિરાધાર લોકોની તમામ પ્રકારની કાળજી લેવામાં આવે છે,ત્યારે હજુ પણ ઘણા નિરાધાર ભાઈઓ તેમજ બહેનો આશરો લઈ રહ્યા છે,ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોના નિરાધાર અહી આશરો લઈ રહ્યા છે, ત્યારે આશીર્વાદ માનવ મંદિરના તમામ સંચાલકો દ્વારા તેમને પણ સ્વસ્થ કરી તેમના પરિવાર સાથે મિલન કરાવવા માટે કટિબદ્ધ છે,મંદબુદ્ધિ ના નિરાધાર લોકોને હૂફ આપીને સાજા કરવામાં આવે છે, ત્યાર બાદ તેમની પાસેથી પોતાનું સરનામું માંગવાની કોશિશ કરવામાં આવે છે, સાજા થયેલા નિરાધાર જ પોતાનું સરનામું આપે છે, અને તે સરનામે આશીર્વાદ માનવ મંદિરના સંચાલકો નિરાધારને પોતાના પરિવાર સાથે મિલન કરાવે છે,અત્યાર સુધી મહારાષ્ટ્ર,ઓડિસ્સા,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ,તમિલનાડુ સહિત અનેક રાજ્યના નિરાધારોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે ,ત્યારે આશ્રમના વધુ ૫૫ લોકો સ્વસ્થ થતાં આજે તેઓનું પણ પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: