Satya Tv News

કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કરજણ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. તો ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તે અંગેની કોઇ જાણકારી હાલ સામે આવી નથી.

.

error: