Satya Tv News

પાકિસ્તાનમાંથી પોતાના 4 બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલી અને ગ્રેટર નોઈડામાં રબૂપુરા ગામમાં પોતાના પ્રેમી સાથે રહેવા આવેલી સીમા હૈદર રાજકારણમાં પણ આવી શકે છે. રિપબ્લિકનપાર્ટી ઓફ ઈંડિયાના (RPI) રાષ્ટ્રીય પ્રવક્તા કિશોર માસૂમે પાર્ટીમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કિશોર માસૂમનું કહેવું છે કે, જો સીમા હૈદર નિર્દોષ સાબિત થશે અને તેના જાસૂસ થવાના કોઈ પુરાવા નહીં મળે અને ભારતીય નાગરિકતા મળી જશે તો તેને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા ઉત્તર પ્રદેશમાં મહિલા વિંગની અધ્યક્ષ બનાવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, કિશોર માસૂમ મૂળ ઝેવરના દયાનતપુર ગામના રહેવાસી છે, જે રબૂપુરાની નજીક આવેલું છે. તે હાલમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. કિશોર માસૂમે કહ્યું કે જો ઈટલીથી આવીને સોનિયા ગાંધી ભારતમાં રાજનીતિ કરી શકે છે અને પ્રધાનમંત્રી પદનું પણ દાવેદાર કરી શકે તો આવી સ્થિતીમાં પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર રાજનીતિમાં કેમ ન આવી શકે? જો સીમા હૈદરને ભારતની નાગરિકતા મળી જાય અને તેના પર કોઈ પણ પ્રકારના આરોપ સિદ્ધ નહીં થાય તો આવી સ્થિતિમાં તેને રિપલ્બિકન પાર્ટી ઓફ ઈંડિયામાં ઉત્તરપ્રદેશના મહિલા વિંગના અધ્યક્ષ બનાવવામાં આવશે

કિશોર માસૂમનું કહેવું છે કે, પાર્ટીના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી પણ લડાવી શકે છે. સીમા હૈદર એક સારી વક્તા છે અને તે રાજકારણમાં આવીને પોતાનું નસીબ અજમાવી શકશે. આપને જણાવી દઈએ કે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા હાલમાં ભાજપની સહયોગી છે અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ અઠાવલે કેન્દ્રમાં બીજી વાર મંત્રી બન્યા છે.

error: