Satya Tv News

હરિપુરા પાટીયા પાસે સર્જાયો અકસ્માત
સ્કુલ વાન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
બાળકોને નાની ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટને જોડતો માગઁ ચોમાસાને લીધે બિસ્માર

ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા વચ્ચે આવેલા હરિપુરા ગામના પાટીયા પાસે સ્કુલવાન અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

https://fb.watch/mbltjgwtBV/

આકસ્મીક સ્કુલ વાનને ટ્રકની ટક્કર વાગતા સ્કુલવાન પલ્ટી જતા સ્કુલવાનની અંદર બેસેલા છાત્રોએ ચીસાચીસ કરી મુકી ગભરાઇ ગયા હતા.
જો કે સદ્ નશીબે આ અકસ્માતમાં સ્કુલવાનના છાત્રોને સામાન્ય ઇજાઓ પહોચતા છાત્રોના વાલીઓને હાંશકારો થયો હતો. અકસ્માત વારા સ્થળેથી સુત્રોએ જણાવ્યું હતુ કે ટ્રક અને સ્કુલવાનની ટક્કર જોરદાર હોવાથી સ્કુલવાન પલ્ટી હતી, અને ટ્રક પણ નજીકના ખાડામાં ઉતરી ગયો હતો.
આ તરફ આ અકસ્માતની જાણ ઉમલ્લાની સ્થાનિક પોલીસને થતા પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવી બચાવ કાર્યમાં જોડાયા હતા, જો કે આ લખાય રહ્યુ છે, ત્યા સુધી પોલીસના ચોંપડે કોઇ ગુનો દાખલ નહિ થયો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો માર્ગ ચોમાસાના કારણે ભારે બિસ્માર હાલતમાં બન્યો છે અને રાજપીપલા તરફથી ઉમલ્લા આવતા અને ઝઘડિયા તાલુકાના ઉમલ્લા,રાજપારડી,ઝઘડિયા,ભરૂચ,અંકલેશ્વર તરફ જતો એક ટ્રેક તદ્દન ભંગાર હાલતમાં હોઇ વાહન ચાલકો પોતાના વાહનોને રોંગ સાઇડે હંકારી રહ્યા છે. માર્ગનુ સમારકામ કરતુ તંત્ર લોકો અને વાહન ચાલકો,રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તાકીદે બિસ્માર માર્ગનુ સમારકામ યુધ્ધના ધોરણે કરવામાં આવે અને લોકહિતમાં યોગ્ય પગલાં ભરવામાં આવે તે લોકો માગ કરી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: