Satya Tv News

પલસાણા નજીક મિઢોળા નદીમાં દેખાઈ કેટફિશ
ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને કરી જાણ
કેટફિશની લંબાઈ ત્રણ ફૂટથી પણ વધારે
પલસાણા વનવિભાગને સોંપી દેવામાં આવી

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલકપોર ગામે કેટફિશ મીંઢોળા નદીમાં જાળમાં ફસાઈ હતી. જેને બહાર કાઢી વન વિભાગએ કબજો મેળવ્યો હતો.

https://fb.watch/mbl3C3MV1e/

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માણેકપોર ગામે મિઢોળા નદીમાં એક દુર્લભ માછલી જોવા મળી હતી. મિઢોળા નદીમાં એક માછીમારે નાખેલી જાળમાં દુર્લભ પ્રકારની માછલી ફસાઈ હતી. માછલીને જોઈ આશ્વર્ય ચકિત થયેલા માછીમારે બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને જાણ કરી હતી.એમેઝોન નદીમાં ખાસ કરીને જોવા મળે છે.દુર્લભ પ્રજાતિની જોવા મળતી આ માછલી મીંઢોળામાં દેખાતા લોકો માછલી જોવા માટે ટોળે વળ્યાં હતા.

આ માછલીની ચાર આખો હોય છે. કેટફિસ પ્રજાતિની ખાસિયત એ છે, કે તે પાણી વગર એક દિવસ સુધી જીવી શકે છે. અને તેની લંબાઈ ત્રણ ફૂટથી પણ વધારે વધે છે. કેટફિસ માછલી મોટી થતા નદી તળાવમાં અન્ય માછલીઓ, કાચબાઓ અને અન્ય જળચર જીવોને ખાઈને પ્રયાવરણને હાનિ પહોંચાડે છે. જેથી કર્ણાટકમાં આ માછલી પર સરકાર દ્વારા બેન કરવામાં આવ્યું છે. જેથી જાળમાં ફસાયેલ કેટફિસ માછલીને પલસાણા વનવિભાગને સોંપી દેવામાં આવી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: