Satya Tv News

જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. આ અગાઉ આ મામલાની સુનાવણી 2 ઓગસ્ટે થઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ કોર્ટમાં જવાબ દાખલ કરી જણાવ્યું હતું કે, કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થયો છે. માફી માગવાની ના પાડવા પર મને અહંકારી ગણાવી દીધો હતો. આ નિંદનીય છે. રાહુલ ગાંધીએ એફિડેવિટમાં કહ્યું કે, માનહાનિ કેસમાં તેમને વધારે સજા આપવામાં આવી છે, જેને લઈને તેમનું સાંસદ પદ જતું રહ્યું છે. તેમના કેસ કરનારા પૂર્ણેશ મોદી ખુદ મૂળ તો મોદી સમાજના નથી. ત્યારે આવા સમયે તેમને સજા મળવી જોઈએ નહીં.

ભારતીય જનતા પાર્ટીના નેતા તથા ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ 2019માં ગાંધી વિરુદ્ધ તેમની આ ટિપ્પણીને લઈને ગુનાહિત માનહાનિ કેસ દાખલ કર્યો હતો. તમામ ચોરોની સરનેમ મોદી કેમ છે? આ ટિપ્પણી ગાંધીએ 13 એપ્રિલ 2019ના કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમ્યાન કહી હતી. વડી અદાલત સમક્ષ દાખલ કરેલા એફિડેવિટમાં ગાંધીએ કહ્યું કે, મોદીએ પોતાના જવાબમાં તેમના માટે અહંકારી જેવા નિંદાત્મક શબ્દોનો ઉપયોગ ફક્ત એટલા માટે કર્યો કેમ કે તેમણે માફી માગવાની ના પાડી દીધી હતી.

રાહુલ ગાંધીએ પોતાના એફિડેવિટમાં કહ્યું કે, અરજીકર્તાને કોઈ ભૂલ વિના માફી માગવા માટે મજબૂર કરવા ગુનાહિત પ્રક્રિયા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત પ્રભાવોનો ઉપયોગ કરવો ન્યાયિક પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ છે અને આ ન્યાયાલય દ્વારા તેને સ્વીકાર ન કરવું જોઈએ. ગાંધીએ એફિડેવિટમાં કહ્યું કે, અરજીકર્તાનું કહેવું છે કે, તેમણે હંમેશા કહ્યું કે, તે ગુન્હાના દોષિત નથઈ અને દોષસિદ્ધિ ટિકાઉં નથી અને જો તેમને માફી માગવી હોત અને સમાધાન કરવું હોત તો બહુ પહેલા આવું કરી ચુક્યા હોત.

error: