Satya Tv News

સુરત શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. રાત્રે ત્રણ સવારી જનારા પૈકી એકનું મોત નીપજ્યું છે. પોલીસ સ્ટેશનની અંદર પગ લપસી જતા મોત થયું હોવાનું પોલીસનું કહેવું છે. મૃતકના મોતને લઈને અનેક પ્રશ્નો પરિવારજનો દ્વારા ઉઠાવવામાં આવ્યાં છે. જેથી મૃતકના મોતનું કારણ જાણવા માટે પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.

મૃતકના સંબંધી મહેશ કાનાણીએ કહ્યું કે, મારા મામાના દીકરો સંદીપ વેકરીયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ફોન કર્યા હતાં. 3થી 4 ફોન રિસિવ ન થયા પરંતુ ટ્રાય મામા કરતાં હતાં. આ દરમિયાન 9.11 વાગ્યે સંજય નામના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે, સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે. સ્મીમેર હોસ્પિટલમાં 9.35 વાગ્યે તેને મૃત જાહેર કરાયો હતો. જેથી અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં. ત્યાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે, 3 સવારીમાં પકડ્યાં જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવ્યા તેમાં બૂટ કાઢતી વખતે લથડી જતાં દિવાલ સાથે માથું અથડાયું હતું. બાદમાં અમે તપાસ કરી તો એવી કોઈ દિવાસ નથી કે જ્યાં માથુ અથડાય તો મોત નીપજી શકે. માટે અમારી માગ છે કે આ કેસમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે.

error: