Satya Tv News

સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યની ૫સંદગી
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાશે
સુઠોદરા ગામને સમગ્ર રાજયમાં ગુંજતુ કરવા બદલ શુભેચ્છા

આમોદ તાલુકાના નાનકડા સુઠોદરા ગામને સમગ્ર ગુજરાત રાજયમાં ગુંજતુ કરવા બદલ ગામના સરપંચ અને ગ્રામજનોએ રેખાને શાળામાં આવી શુભેચ્છાઓ પાઠવી હતી.

YouTube player

૫ મી સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાઘાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે ,અને આ દિવસે રાજય સરકાર શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને ૫સંદ કરી તેમની કામગીરીને બિરદાવી ૫મી સપ્ટેમ્બરના દિવસે ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ના એવાર્ડથી નવાઝતા હોય છે.ત્યારે ચાલુ વર્ષ-૨૦૨૩માં રાજયના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી ગુજરાત સરકારે જાહેર કરી હતી.જેમા આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક રેખા મકવાણાનું નામ ૫ણ જાહેર કરવામાં આવ્યું હતું.જેને લઇ સમગ્ર આમોદ તાલુકા અને સુઠોદરા ગામમાં આનંદની લાગણી ફેલાઇ હતી.સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા, ભરૂચ જીલ્લા અને આમોદ તાલુકા તેમજ સુઠોદરા ગામમાંથી આચાર્યા રેખા, મકવાણા ઉ૫ર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે.આ ઉપરાંત જીલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી,જીલ્લા ઘટક સંઘના પ્રમુખ તથા હોદેદારો, તાલુકા ઘટકસંઘના પ્રમુખ તથા હોદેદારો, તેમજ બી.આર.સી. તેમજ સી.આર.સી કોર્ડિનેટરો તેમજ ગામના સરપંચ તથા એસ.એમ.સી ૫રિવાર તેમજ સમગ્ર ગ્રામજનોએ આનંદ અને ગૌરવની લાગણી સાથે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ગાંઘીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં મહામહિમ રાજયપાલના હસ્તે તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સાથે સત્યા ટીવી આમોદ

error: