Satya Tv News

9 જૂન 2023ના રોજ ગુજરાત ATSએ આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ હતી. આમાં ત્રણ શખ્સોને પોરબંદરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામં આવી હતી.

ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે.

સુમેરાબાનુના ઘરેથી પણ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેનાથી એ સાબિત થાય છે કે તે પણ ISKP સાથે સંકળાયેલી હતી. પોરબંદરથી ઉમેદ નાસિર, મહોમ્મદ હાજીમ શાહ, હનાન હયાત શોલ (શ્રીનગર)ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સુમેરાબાનુ મહોમ્મદ સૈયદ મલિકની સુરતથી અટકાયત કરવામાં આવી છે.

આ તમામ કોસ્ટલ એરીયામાંથી અફઘાનિસ્તાન અને ઈરાન જવાના હતા. આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા, જેનો વીડિયો પણ તેઓએ બનાવેલો છે, તે મળી આવ્યો છે. ISISના વિવિધ ગ્રુપ છે. જેમાનું એક ગ્રુપ ISKP છે, જે એક વિસ્તારના નામ પર બન્યું છે. પરંતુ આઈએસઆઈએસની સાથે એક જ છતની નીચે આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંગઠન પર પ્રતિબંધ છે, જેની સાથે અટકાયત કરવામાં આવેલા લોકો શામેલ હતા તેવું DGP વિકાસ સહાયે જણાવ્યું હતું.

છેલ્લા 7 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે અંદાજે 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. એક સમયે જમ્મુ કાશ્મીર અને પંજાબની સરહદથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું. પરંતુ હવે ડ્રગ્સ-માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠા પર નજર માંડી છે. હવે ડ્રગ્સ-માફિયાઓ ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. 2016થી 2023 સુધીમાં એટલે કે 7 વર્ષમાં ગુજરાતમાંથી લગભગ 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સપ્ટેમ્બર 2021માં જ મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા રાજ્ય સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ગત મે મહિનામાં એટલે કે મે 2023માં જામનગરથી 12 હજાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું ડ્રગ્સ ઝડપાયું હતું.

error: