Satya Tv News

સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં 4 કામદારના મોતનો મામલો

GPCBના તપાસમાં 200 લીટર ના 570 જોખમી દ્રમ મળ્યા

પોલીસ અને GPCB દ્વારા મહંમદ જાવેદ ચીકનાની ઓફિસમાં તપાસ

અંકલેશ્વરમાં આવેલ ઓફિસમાં તપાસ શરુ કરાય

GPCB અને ઓફિસ સાંયોગિક પુરાવા એકત્ર કરવાની શરૂઆત

સુરતની નીલમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સુરત GPCBના તપાસમાં 200 લીટર ના 570 દ્રમ જોખમી રસાયણ ભરેલા મળી આવતા પોલીસ અને GPCB દ્વારા મહંમદ જાવેદ ચીકના ને લઇ અંકલેશ્વર ખાતે આવેલ તેની ઓફિસમાં પણ સર્ચ શરુ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરવાની શરૂઆત કરી હતી.

કોસંબા પોલીસ દ્વારા માંગરોળ કોર્ટમાં રજૂ કરતા મહંમદ જાવેદ પટેલ ઉર્ફે મહંમદ ચીકણા અને સુપરવાઈઝર ના કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા કોસંબા પોલીસ દ્વારા અંકલેશ્વર ખાતે મહંમદ ચીકણા ની ઓફિસ પર સર્ચ શરુ કર્યું છે. સુરત ના મોટા બોરસરા જીઆઇડીસી માં નીલમ ઇન્ડસ્ટ્રીઝ માં થયેલ ગેસ ગળતર કાંડ માં મુખ્ય આરોપી મોહમદ જાવેદ પટેલ ઉર્ફે મોહમદ ચીકણો હાલ કોસંબા પોલીસ દ્વારા કડક પૂછપરછ ચાલી રહી છે.

માંગરોળ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 4 રિમાન્ડ મંજૂર કરતા જ કોસંબા પોલીસ દ્વારા પણ કેમિકલ વેસ્ટ ક્યાંથી લાવ્યો હતો તે અંગે ધનિષ્ઠ તપાસ કરી રહી છે. આ વચ્ચે જીપીસીબી ની મંજૂરી વગર નીલમ ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉન માં મોહમદ જાવેદ પટેલ ઉર્ફે મોહમદ ચીકણો વિવિધ ઉદ્યોગો માંથી 200 લીટર ના 570 જોખમી રસાયણ ભરેલો દ્રમ સંગ્રહ કરી રાખ્યો હતો. ત્યારે આ દ્રમો માં ભરેલા વેસ્ટ કેમીકલો ક્યાં થી આવ્યા તે અંગે સુરત જીપીસીબી અને અંકલેશ્વર જીપીસીબી દ્વારા સઘન તપાસ શરુ કરી છે.

અંકલેશ્વર જીપીસીબી દ્વારા સતત્ત બીજા દિવસે પણ પાનોલી અને અંકલેશ્વર માં વિવિધ શંકાસ્પદ ઉદ્યોગો માં પોતાનું સર્ચ જારી રાખ્યું છે. કુખ્યાત પ્રદૂષણ માફિયા મહંમદ જાવેદ ચીકના અંકલેશ્વર -પાનોલી કઈ કઈ કંપની માંથી આ વેસ્ટ મટીરીયલ લાવ્યો હતો. તે અંગે કોસંબા પોલીસ દ્વારા તપાસ શરુ કરી હતી. અને રિમાન્ડ મંજુર થતા જ પ્રાથમિક પૂછપરછમાં અંકલેશ્વર ખાતે તેની ઓફિસ હોવાનું સામે આવતા પોલીસ દ્વારા મહંમદ જાવેદ ચીકના ને લઇ અંકલેશ્વર ખાતે આવેલ તેની ઓફિસમાં પણ સર્ચ શરુ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરવાની શરૂઆત કરી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી કોસંબા

error: