Satya Tv News

સુરેન્દ્રનગરમાં 10 માસની બાળકીને શરદી-ખાંસી થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી. વડગામમાં આવેલા સિકોતર માતાજી મંદિરમાં એક મહિલા દ્વારા બાળકીને ગરમ કરેલી વસ્તુ દ્વારા ડામ આપવામાં આવ્યો હતો. બાળકીને પેટના ભાગે ડામ આપવામાં આવ્યા હતા.

4 ઓગસ્ટના રોજ બાળકીને સાંજે પાંચ વાગ્યા ડામ આપવામાં આવ્યા હતા, જે બાદ તેને સારવાર માટે રાત્રે દાખલ કરવામાં આવી હતી. જે બાળકીને ડામ આપવામાં આવ્યા છે તેનો પરિવાર વિરમગામમાં રહે છે. બાળકીની તકલીફ વધતી હતી અને સગાએ સલાહ આપ્યા બાદ પરિવારે તેને ડામ અપાવ્યા હોવાનું કબૂલ્યું છે.

બાળકીને ડામ આપ્યા તે પહેલા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાની વાત પણ બાળકીના દાદાએ કબૂલી છે. જેમાં તેમણે કહ્યું કે ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેમને 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થવાની વાત કરવામાં આવી હતી. આ પછી આટલા રૂપિયા તાત્કાલિક એકઠા કરવા મુશ્કેલ હતા અને સગાએ ડામ આપવાની વાત કરી હતી. પરિવારના સભ્યએ એ પણ કબૂલ્યું કે તેઓ બાળકીને સરકારી હોસ્પિટલમાં નહોતા લઈ ગયા અને ખાનગી દવાખાનામાં બાળકીની સારવાર માટે તાપસ કરાવી હતી.

વિજ્ઞાનના પ્રચાર પ્રસારના અભાવના કારણે અને ગામડામાં ડૉક્ટરો ન હોવાના કારણે લોકો આ પ્રકારના ટૂચકા અપનાવતા હોય છે. જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે ગામડે-ગામડે ડૉક્ટર હોય તે જરુરી છે.

error: