અમદાવાદ શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી કરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના 900 કેસ નોંધ્યા છે. નોંધનીય વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 47 કેસ નોંધ્યા છે. સાથે જ નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસે 5 હજાર વાહનો જપ્ત કર્યા છે. એટલું જ નહીં અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા છે.
એક દિવસ અગાઉ જ અમદાવાદ શહેરના એસ.જી હાઈવે પર પોલીસની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે કારમાં સવાર યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતોને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ અંતર્ગત એસ.જી હાઈવે પર ગઈકાલે રાત્રે પોલીસની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
આ કારમાં એક યુવક અને એક યુવતી સવાર હતા. જે બાદ પોલીસે દારૂની બોટલ જપ્ત કરી કારમાં સવાર યુવક અને યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.,ગત 19 જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા બાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને સતત ડ્રાઈવ યોજી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ બોલાવી રહી છે.