ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ખાઈમાં ખાબકી
ટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકતાં ૫શુના મોત
ચાલક,ક્લિનરને બચાવી સારવાર અર્થે ખસેડયા
પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી
દેડિયાપાડાના સાગબારા નેશનલ હાઇવે ઉપરથી ગઈકાલે રાત્રે ભરૂચથી ભેંસો ભરેલી ટ્રક મહારાષ્ટ્ર લઈ જતા ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ટ્રક પલ્ટી ખાઈ જતા પશુઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.
નર્મદા: દેડિયાપાડાના સાગબારા નેશનલ હાઇવે ઉપરથી ગઈકાલે રાત્રે ભરૂચ થી પશુઓ ભરીને મહારાષ્ટ્રના કતલખાને જતી એક ટ્રકના ચાલકને ગંગાપુર ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક ઝોકું આવી જતા રોંગ સાઈડ ઉપર ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં લઈ જવાતા પાંચ પશુઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ૧૦ જેટલા પશુને ઈજા થઈ હતી. અકસ્માત ની જાણ થતાં ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. તેમજ ટ્રક ચાલક અને ક્લિનરને બચાવી બંને ને સાગબારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. આ પશુઓને મહારાષ્ટ્ર ખાતેના કતલખાને લઈ જવાતા હોવાની ચર્ચા સાંભળવા મળી છે. પોલીસે પણ ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા