Satya Tv News

સુરતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ BRTS બસમાં કોલેજ અને શાળામાં અપડાઉન કરતા હોય છે. જો કે પુરતા પ્રમાણમાં બસો ન હોવાના કારણે વિદ્યાર્થીઓને (Students) શાળા-કોલેજ જવામાં મોડુ થતુ હોય છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ આ હાલાકીમાંથી પસાર થઇ રહ્યા છે. અગાઉ પણ વિદ્યાર્થીઓએ આ અંગે તંત્રને આવેદન પત્ર આપ્યુ હતુ અને રજૂઆત કરી હતી. જો કે નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થી અને ABVPએ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યુ.

સુરતના પુણા પાટિયા રોડ પર વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કર્યુ છે. 20થી વધુ BRTS બસ અને સિટી બસ રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. રોડ પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. “બસોની સંખ્યા વધારો અથવા બધી બસો બંધ કરો” ના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. BRTS બસો રોકી ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિરોધ વધુ ઉગ્ર બનતા મેયર હેમાલીબેન બોઘાવાલાને સ્થળ પર તાત્કાલિક પહોંચવુ પડ્યુ હતુ. તો મેયર આ સમસ્યાનું નિવારણ લાવવા ખાતરી આપવામાં આવી હતી.

error: