Satya Tv News

2023ના ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ વર્લ્ડ કપની ઘણી મેચ થવાની છે. એવામાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડન્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.9 ઓગસ્ટની રાત્રે લગભગ 11.50 વાગ્યે લાગી. ત્યાર બાદ ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યાર બાદ આગ ઓલવવાનું કામ શરૂ થયું હતું.

વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રેનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ વચ્ચે બુધવારે મોડી રાત્રે ઈડનના ડ્રેસિંગ રૂમમાં આગ લાગી ગઈ. જે લોકો ત્યાં કામ કરી રહ્યા હતા, તેમણે સૌથી પહેલા આગ જોઈ. ત્યાર બાદ ફાયર વિભાગને સૂચના આપવામાં આવી. ફાયર બ્રિગેડે બે એન્જિનના માધ્યમથી આગ પર કાબૂ મેળવી લીધો.

આગ ડ્રેસિંગ રૂમની ફૉલ્સ સીલિંગમાં લાગી જ્યાં ક્રિકેટરોના ઉપકરણ રાખેલા હતા. જો કે નુકસાન એટલું મોટું નહોતું, પણ ત્યાં રહેલો ખેલાડીઓનો બધો સામાન બળી ગયો. પ્રાથમિક કારણોમાં માનવામાં આવી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

ઈડન ગાર્ડન્સમાં થવાની છે આ વર્લ્ડ કપ મેચ

28 ઓક્ટોબરઃ નેધરલેન્ડ્સ vs બાંગ્લાદેશ
31 ઓક્ટોબરઃ પાકિસ્તાન vs બાંગ્લાદેશ
5 નવેમ્બરઃ ભારત vs સાઉથ આફ્રિકા
11 નવેમ્બરઃ ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન
16 નવેમ્બરઃ સેમીફાઈનલ 2

error: