Satya Tv News

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરને કોઈપણ શરત વિના ભારતમાં વિલીન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મર્જર સંપૂર્ણ હતું. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે, અનુચ્છેદ 370 ક્યારેય રદ કરી શકાય નહીં.

આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઝફર અહેમદ શાહે કલમ 370 લાગુ થયા પહેલા બનેલી ઘટનાઓ વિશે જણાવ્યું. કોર્ટે કહ્યું કે, અનુમાન લગાવી શકાય નહીં કે અનુચ્છેદ 370 પછી ભારતીય બંધારણ જમ્મુ અને કાશ્મીરમાં સાર્વભૌમત્વના કેટલાક તત્વને જાળવી રાખે છે. જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનું ભારત સાથે કોઈ શરતી એકીકરણ નથી. આ એકીકરણ દરેક રીતે પૂર્ણ હતું. એ કહેવું મુશ્કેલ છે કે, કલમ 370 ક્યારેય રદ કરી શકાય નહીં. સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું કે, ભારત સાથે જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વની કોઈ શરતી શરણાગતિ નથી. શું કલમ 248ના ઉપયોગ દ્વારા ભારતની સાર્વભૌમત્વની સ્પષ્ટ સ્વીકૃતિ નથી? પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે, સંસદની સત્તા પર લાદવામાં આવેલી મર્યાદાઓ સાર્વભૌમત્વને અસર કરતી નથી.

5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રએ કલમ 370ની જોગવાઈઓમાં ફેરફાર કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો. આ પછી જમ્મુ-કાશ્મીર હવે દેશના બાકીના રાજ્યો જેવું થઈ ગયું છે. અગાઉ અહીં કેન્દ્ર સરકારનો કોઈ કાયદો લાગુ ન હતો પરંતુ હવે અહીં પણ કેન્દ્રનો કાયદો લાગુ થઈ રહ્યો છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં ઘણા સમુદાયોને ઘણા અધિકારો નહોતા પરંતુ હવે તેમને તમામ અધિકારો મળે છે. જમ્મુ અને કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. સરકારનું કહેવું છે કે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

error: