મેષ- મન પ્રફુલ્લિત રહેશે. આત્મવિશ્વાસ વધશે. કારોબારમાં સુધારો થશે. લાભના અવસર ઊભા થશે, નોકરીમાં વિદેશ યાત્રાનો યોગ બનશે. શાસન અને સત્તાનો સહયોગ મળશે. આરોગ્યનું ધ્યાન રાખવું
વૃષભ- મનમાં ઉતાર ચઢાવ રહેશે. ધીરજ રાખવી. બિઝનેસમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે, વધુ પરિશ્રમ રહશે. કુટુંબમાં કોઈ વડીલ વ્યક્તિ પાસેથી ધન મળી શકે છે.
મિથુન- મન શાંત રહેશે, સંયમ જાળવવાની કોશિશ કરો. બિઝનેસમાં લાભની તક મળી શકે છે. 5 ડિસેમ્બર પછી માતા પાસેથા નાણાંકીય પ્રાપ્તિ થઈ શકે છે.
કર્ક- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વધુ ઉત્સાહ જળવાઈ રહેશે. આત્મસંયત રહો. ગુસ્સો ના કરવો, પરિવારનો સાથ મળશે. પિતા પાસેથી આર્થિક સહયોગ મળી શકે છે.
સિંહ- ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. લાગણીઓને કાબૂમાં રાખો. પિતાનું સાનિધ્ય મળશે. મનમાં ખોટા વિચાર ના લાવવા. મિત્રના સહયોગથી રોજગારીની તક મળશે.
કન્યા- પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો. યાત્રાનો ખર્ચ વધશે. સંતાનના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. કારોબારમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.
તુલા- વાણીમાં સૌમ્યતા જળવાઈ રહશે, ધીરજ નહીં રહે. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. વાહનના મેઈન્ટેનન્સની ખર્ચ વધી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું.
વૃશ્વિક- મન પ્રફુલ્લિત રહેશે. આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. મિત્રનો સહયોગ પ્રાપ્ત થશે. દોડાદોડી વધુ રહેશે.
ધન- મન પરેશાન રહેશે. ધીરજનો અભાવ રહેશે. પરિવાર પર નકામો ગુસ્સો ના કરવો. સંતાનના આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. મિત્રોનો સહયોગ મળશે. પારિવારિક જીવન સુખમયી રહેશે.
મકર- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. માતા પિતાનો સહયોગ મળશે. જીવનસાથીના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે.
કુંભ- આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. વધુ ગુસ્સો ના કરવો. સંતાનના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. બિઝનેસમાં સુધારો થશે. આવક મેળવવાના સાધનમાં વૃદ્ધિ થઈ શકે છે.
મીન- મન પ્રફુલ્લિત રહેશે, પરંતુ મનમાં નકારાત્મ વિચાર આવશે. જીવનસાથીના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. માતા પિતાનો સહયોગ મળશે. મિત્રોનો સહયોગ મળશે.