Satya Tv News

દીયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય પદયાત્રાનો (Khedut nyay padyatra) આજે ચોથો દિવસ છે. ઉનાવાથી યાત્રાની ગાંધીનગર તરફ આગેકૂચ થઇ છે. ત્યારે બનાસકાંઠામાં ખેડૂત ન્યાય યાત્રામાં હવે રાકેશ ટીકેતની (Rakesh Tikait) એન્ટ્રી થઇ છે. 18 ઓગષ્ટે ખેડૂત ન્યાય યાત્રામાં રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટીકેત જોડાશે. ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણનાં રાજીનામાની માગ ઉગ્ર બની છે. ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી કેસાજી ચૌહાણનાં રાજીનામાની માગ કરશે.

મહત્વનું છે કે અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં અરજણ નામના શખ્સે જાહેરમાં ખેડૂત (Farmer) આગેવાન અમરા ચૌધરીને લાફો મારતા જોરદાર વિવાદ ઉભો થયો છે. ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે આજે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.

error: