Satya Tv News

77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજવંદન કરાયા બાદ એરફોર્સના હેલિકોપ્ટરે ફૂલોની વર્ષા કરી હતી. ત્યાર બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. PM મોદીએ કહ્યું, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને હવે વસ્તીની દ્રષ્ટિએ પણ અગ્રણી દેશ. એટલો મોટો દેશ મારા પરિવારના 140 કરોડ સભ્યો આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી રહ્યા છે. હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપનારા તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પીએમ મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ. માતા-બહેનોના સન્માન સાથે ખિલવાડ કરવામાં આવ્યો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે. સમગ્ર દેશ આજે મણિપુરની સાથે છે.

error: