Satya Tv News

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1 અને વર્ગ 2ની 388 જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવી છે. DySPની 24 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. જ્યારે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 જગ્યા માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યાની જ્યારે રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. વધુમાં શ્રમ અધિકારીની 28 જગ્યાઓ તેમજ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, ઉમેદવારો 24 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

error: