Satya Tv News

બનાસકાંઠાના દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટરની ખરીદી (Tractor Purchase Fraud) કરી આપવાના નામે એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. આ આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બેરૂ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ દાંતાના આદિવાસી ખેડૂતોને આરોપીએ લાલચ આપી છેતરપિંડી કરી હતી. ખેડૂતોને ટ્રેક્ટરના હપ્તા ભરવા અને મહિને 20 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી અને ખેડૂતોના દસ્તાવેજ મેળવી 52 ટ્રેક્ટરની ખરીદી કરી હતી.

error: