Skip to main content

Satya Tv News

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થતા તેના નીચે ત્રણ લોકો દટાઇ ગયા હતા. આ પૈકીના બે લોકોના મોત થયા છે. કોલેજની અંદર આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા આ ઘટના બની છે. ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે.

કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં જ એક શાળા આવેલી છે. કોલેજમાં જ આવેલી ડાયમન્ડ સ્કૂલ જર્જરિત હોવાના પગલે તેનું સમારકામ ચાલી રહ્યુ હતુ. શાળાની બહારના ભાગમાં સમારકામ કરવામાં આવી રહ્યુ હતુ. જો કે સમારકામ દરમિયાન શાળાનો એક સ્લેબ ધરાશાયી થઇ ગયો હતો. જેના કાટમાળ નીચે ત્રણ શ્રમિકો દટાયા હતા.

error: