Satya Tv News

માંગરોળના નવાપુરા ગામ નજીકના એક ફ્લેટની ગેલેરીમાં એક બાળક રમી રહ્યુ હતુ. આ દરમિયાન કોઇ કારણસર તે રમતાં રમતાં જ નીચે પટકાયુ હતુ. આ બાળક ચોથા માળેથી નીચે પટકાયુ હતુ. જેથી તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ માસૂમનું મોત નીપજ્યુ છે. આ દોઢ વર્ષના બાળકના મોતથી આખા પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઇ છે.હાલ, સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ મૃતકના પરિવાર અને ત્યાં રહેતા લોકોની પણ પૂછપરછ કરી શકે છે.

error: