Satya Tv News

YouTube player

કરસાડ ગામમાં વિધવા મહિલાના ઘર
ગેરકાયદેસર પતરાનો શેડ દૂર કરવા રજુઆત
જિ.પં.શાખા દ્વારા દબાણ દૂર કરવા કર્યો હુકમ
દબાણકર્તાને સરપંચ,પુત્ર છાવરતો હોવાના આક્ષેપ
તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરાઈ

વાલિયા તાલુકાના કરસાડ ગામમાં વિધવા મહિલાના ઘરની પાસે ગેરકાયદેસર પતરાનો શેડ દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત છતાં કોઈ પણ જાતની કાર્યવાહી નહિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

વાલિયા તાલુકાના કરસાડ ગામમાં રહેતી વિધવા કપિલા છત્રસિંહ આડમારના ઘરની પાસે ગ્રામ પંચાયતની જગ્યામાં અંબુ નિયોરિયાએ પાંચ ગાળાનો પતરાનો શેડ ઉભો કરી દબાણ કરેલ હોવાનું ગ્રામ પંચાયત સહિત મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી છે.આ દબાણ દૂર કરવાને બદલે ગામના સરપંચ ચંપા કનૈયા વસાવાના પુત્ર પ્રકાશ વસાવા દ્વારા સોમવારના રોજ વિધવા મહિલાના ઘરની પાસે ટાંકી બનાવવા માટે ટોળું લઈ ઘસી ગયા હોવાના વિધવા મહિલા અને તેઓના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.સાથે જિલ્લા પંચાયત દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવા હુકમ કર્યો,હોવા છતાં દબાણકર્તાને સરપંચ અને તેનો પુત્ર છાવરતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.હાલ સરપંચના પરિવારજની દાદાગીરીને પગલે મહિલાએ ગામ છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે,ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: