મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. આવી સ્થિતિ વચ્ચે એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે. આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે એવો દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા અજિત પવાર મારફતે શરદ પવાર અથવા તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે. બીજી બાજુ સુપ્રિયા સુલેએ આ નિવેદન પર પલટવાર કર્યો હતો.