સુરતમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉભા થાય તેવો વીડિયો વાઈરલ થયો હતો. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2019માં સુરતના પાંડેસરામાં એક હત્યા થઈ હતી. જેથી આરોપીનું પરિવાર પીડિત પરિવાર સાથે સમાધાન માટે ગયું હતું. ત્યાં બોલાચાલી થયા બાદ આરોપી પરિવારની મહિલાઓ પર હુમલો થયાનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
વિજય સિંહ ગુર્જરએ કહ્યું કે, વર્ષ 2019માં હત્યા થઈ હતી. આ હત્યા બાદથી મિશ્રા અને મારવાડી પરિવાર વચ્ચે બબાલ ચાલતી હતી. જેમાં ગઈકાલે આરોપી પ્રવિણ મારવાડીની માતા સહિતના 3થી વધુ વ્યક્તિ મિશ્રા પરિવારને ત્યાં સમાધાન માટે ગયાં હતાં. જો કે, કોઈ બાબતે વાત વણસતા મારા મારી સુધી મામલો પહોંચી ગયો હતો.
પોલીસે હુમલો કરનાર મૃતક ચંદન મિશ્રાના પરિવારના નંદન લાલજી મિશ્રા અને અન્ય હુમલાખોર સત્યકમલ રાજપૂતને ઝડપી લીધા છે. સાથે જ સામ સામે ફરિયાદ પણ નોધવામાં આવી છે. સાથે જ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હત્યાના આરોપી પ્રવિણ મારવાડીના માતા સહિતના 3 લોકોની હાલ હોસ્પિટલમાં સારવાર કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.