MLA રિવાબા અને મેયર બીના વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.જો કે કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જો કે આ મામલામાં સાંસદ પૂનમએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ પૂનમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પરંતુ જામનગરથી એક એવા દ્રશ્યો સામે આવ્યા, જે જોઇને આંતરિક વિખવાદની ગંધ આવી ગઇ. જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ MLA રિવાબાના શબ્દો પણ સાંભળી શકાય છે, કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે.
આ વીડિયોના શબ્દો પરથી સમજી શકાય છે, કે મેયર પોતાના હોદ્દાને લઇને વાત કરી રહ્યા હતા.એટલે કે હોદ્દાને લઇને બંને વચ્ચે કોઇ બાબતે રકઝક થઇ હતી.આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ સહિત અનેક લોકો હાજર હતા.જેમણે આ બંને મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો. તેમણે સાંસદ પૂનમ માડમને ચોપડી દીધું કે, તમે જ આગ લગાડી છે.