Satya Tv News

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબને કોઠારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં તુતુ-મેમે થતાં SP, શહેર પ્રમુખ, કમિશનર મામલો થાળે પાડવા વચ્ચે પડ્યા હતા. જોકે, કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી.

શહેરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા હતા. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર લાલઘુમ થઈ ગયા હતા. જોકે, આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, ‘સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો’. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

error: