Satya Tv News

YouTube player

ટંકારી ભાગોળ પાસે કારમાં લાગી આગ
કારમાં સવાર 3 વ્યક્તિઓ બહાર નીકળી ગયા
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી
સદ નસીબે કોઈ જાનહાની ન થઈ

જંબુસર તાલુકાના ઝામડી ગામના માજી સરપંચ અને જિલ્લા પંચાયત મહિલા સભ્યની અચાનક કારમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો.

જંબુસર તાલુકાના ઝામડી ગામના માજી સરપંચ અને જિલ્લા પંચાયત મહિલા સભ્યની કારમાં આગ લાગતા બળીને ખાખ. ઝામડીથી કાર લઇ જંબુસર ટંકારી ભાગોળ પાસે આવતા અચાનક કારમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સદર ઘટનાની જાણ જંબુસર નગરપાલિકા ફાયરને કરતા ઘટના સ્થળે આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદ નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: