નર્મદા એપાર્ટમેન્ટનો બ્લોકનો કેટલો ભાગ ધરાશય
કાટમાળમાં દબાઈ જતા એકનું મોત એક ઇજાગ્રસ્ત
ન.પા.ફાયર ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કઢાયા
કાટમાળ નીચે દબાયેલને હોસ્પિટલ ખાતે ખસેડાયા
ભરૂચના જર્જરિત બનેલ નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાશય થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જતાં મોત થયું હતું તેમજ પાર્ક કરેલ વાહનો પર પણ કાટમાળ પડતાં નુક્સાન થયું હતું.ફાયરબ્રિગેડ ના જવાનોએ દોડી જઈ કાટમાળ હટાવ્યો હતો.
ભરૃચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ ના નર્મદા એપાર્ટમેન્ટના મોટા ભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે.જેમાંથી ગત મધ્યરાત્રિએ બ્લોક નંબર 18 નો ઉપરના ભાગના મકાનો નો કેટલોક હિસ્સો ધડાકાભેર તુટી પડયો હતો.જેના પગલે સમગ્ર વિસ્તાર માં ગભરાટ પ્રસરી ગયો હતો, અને આસપાસના રહીશો ધસી આવ્યા હતા.એપાર્ટમેન્ટનો ભાગ ધરાસાઈ થતાં મકાનમાં નિદ્રાધીન બે મહિલા,બે પુરુષ અને એક આધેડ મળી પાંચ વ્યક્તિઓ પૈકી ધર્મેશ નામના યુવકને પગમાં સામાન્ય ઈજા થઈ હતી ,તો આધેડ વયના પંકજ ચૌહાણ કાટમાળ નીચે દબાયા હતા.ઘટનાના પગલે ભરૃચ પાલિકાના બે ફાયર ફાયટરો અને પોલીસ કાફલો તેમજ વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ નીચે દબાયેલ પંકજ ને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા..ઘટનાના પગલે વીજ કર્મીઓ દ્વારા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાયો હતો. તો ફાયર બ્રિગેડના જવાનો અને જેસીબીની મદદથી કાટમાળ ખસેડવામાં આવ્યો હતો..ઘટનાની જાણ થતાં પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ