દક્ષિણ પશ્ચિમ ચોમાસું છેલ્લા 10 દિવસથી ધીમે-ધીમે પસાર થઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ગત 4 ઓગસ્ટ બાદથી વરસાદનું પ્રમાણ સામાન્યથી સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 35 ટકા જેટલા વરસાદની ખોટ પડી છે. આ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.