Satya Tv News

દેશભરમાં ટામેટાના ગ્રાહકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી હવે ટામેટાની આવક શરુ થવા પર સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં હાલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. નેશનલ કમોડિટીઝ મેનેજમેન્ટ સર્વિસેઝ લિમિટેડના મેનેજમેન્ટ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી સંજય ગુપ્તાએ કહ્યું કે, કેમ કે આ મહિનાના અંત સુધી સપ્લાઈ પ્રેશર વધી જશે, અમને આશા છે કે, કિંમત ખૂબ જ ઓછી થઈ જશે અને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.

error: