Satya Tv News

અક્ષય કુમાર હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ OMG 2 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે . સની દેઓલ અભિનીત ગદર 2 જેવી મોટી ફિલ્મો સાથે ટક્કર હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરી

‘ઓહ માય ગદર’ હેશટેગ થયું ટ્રેન્ડ 11 ઓગસ્ટના રોજ, બે હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી, ગદર 2 અને OMG 2. બે મોટી ફિલ્મોની ટક્કર તુલના હોલીવુડની બાર્બેનહાઇમરની ઘટના સાથે કરવામાં આવી રહી હતી. નેટીઝન્સે તેને ‘ઓહ માય ગદર’ નામ પણ આપ્યું છે ,અને બંને પ્રોજેક્ટ માટે સમર્થન દર્શાવી રહ્યા છે. બંને ફિલ્મોના કલાકારો અને ક્રૂ વચ્ચે કોઈ મતભેદ નથી. બંને સિક્વલ પર પ્રેમ વરસાવવા બદલ દર્શકોનો આભાર માનતા અક્ષય કુમારે પણ એક પોસ્ટ કરી છે.

અક્ષય કુમાર હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘OMG 2’ ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ‘OMG 2’ ની 100 કરોડની કમાણી કરતી વખતે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. ખાસ વાત એ છે કે આ વીડિયોમાં તેની ફિલ્મ ‘OMG 2’ અને સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ બંનેનો ઉલ્લેખ કર્યો છે. આવો જાણીએ બોક્સ ઓફિસ અને ‘ગદર 2’ પર અભિનેતાએ શું લખ્યું.

અક્ષયે ગાયું ‘ઉડ જા કાલે કાવા’ ગીત નોંધનીય છે, કે OMG 2 માં ‘ગદર’ ફિલ્મનો એક રમુજી સંદર્ભ છે. ફિલ્મમાં અક્ષય શિવનો મેસેન્જર બન્યો છે. પંકજ ત્રિપાઠીના પાત્રને માર્ગદર્શન આપે છે. એક સીન છે, જેમાં અક્ષય તેના ઘરની બહાર બેઠો છે. તે ‘ઉડ જા કાલે કાવા’ ગીત ગાય છે. શક્ય છે કે બંને ફિલ્મોના ક્લેશને ધ્યાનમાં રાખીને આ સીન ઉમેરવામાં આવ્યો હોય. હાલ ફિલ્મના આ સીનને શેર કરતા અક્ષયે લખ્યું, #OHMYGADAR પર તેઓ જે પ્રેમ વરસાવી રહ્યા છે તેના માટે અમારા પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમને સૌથી અદ્ભુત સપ્તાહ આપવા બદલ આભાર.

OMG 2 એ અત્યાર સુધી ભારતમાં 79.47 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે ફિલ્મે વિશ્વભરમાં 108.8 કરોડની કમાણી કરી છે. 16 ઓગસ્ટ સુધી સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે 261.35 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે તેમાં 338.5 કરોડ રૂપિયા છે.

error: