Satya Tv News

વડોદરામાં ઉત્પાદન એકમ ધરાવતી અને વાહન ચાલકોના વિશ્વાસ સાથે ઉત્કૃષ્ટ સેવા આપતી મરક્યુરી ઇવી ટેક લિમિટેડ દ્વારા દેશના 77માં સ્વાતંત્ર દિનને ધ્યાનમાં રાખીને સૌપ્રથમવાર એક અનોખી અને અદભુત ઈલેક્ટ્રીક સ્કૂટર અને ઓટો તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ રેલવે સ્ટેશન ખાતે થયો હતો. જે બાદ રેલી કાલાઘોડા, રાવપુરા, દાંડિયા બજાર, જ્યુપિટર ક્રોસિંગ, તરસાલી બસ ડેપો, સુસેન, માંજલપુર, શ્રેયસ સ્કૂલથી ફતેગંજ થઈ ડેરી ડેન સર્કલ ખાતે તેની સમાપ્તિ થઈ હતી.

સમગ્ર કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજ મહોદય દ્વારા આશીર્વાદ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના લોકલાડીલા સંસદ સભ્ય રંજન ભટ્ટ, મેયર નિલેશ રાઠોડ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા અન્ય સન્માનનીય અતિથિઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. નીકળેલી રેલી અંગે વાત કરતા મરક્યુરી ઇવી લિમિટેડના સ્થાપક જયેશ ઠક્કરે જણાવ્યું હતું કે, દેશના અને આપણા સૌના લોકલાડીલા અને સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “ઝીરો કાર્બન એમિશન, ગ્રીન ઇન્ડિયા તથા મેક ઇન ઇન્ડિયા”ના આહવાનને સમર્થન આપવાના ભાગરૂપે અમે આજે ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઓટોની એક અનોખી તિરંગા રેલી કાઢવાનું આયોજન કર્યું છે.

પર્યાવરણને જો પ્રદૂષણ મુક્ત રાખવું હોય અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ ઇલેક્ટ્રિક વેહિકલ રસ્તા પર દોડતા થાય તે હેતુથી મર્ક્યુરી એવી ટેક હંમેશા વિચારણા કરતું આવ્યું છે. કંપની દ્વારા ટુ અને થ્રી વ્હીકલ ઇલેક્ટ્રિક વાહનનું હાલ ઉત્પાદન કરવામાં આવે છે. આજે યોજેલી તિરંગા રેલીમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ તથા અન્ય મહેમાનોએ ઉપસ્થિત રહી અમારો જુસ્સો વધાર્યો છે. જે બદલ અમે હાજર સૌના આભારી છીએ. આગામી દિવસોમાં કંપની ફોર વ્હીકલ તથા હેવી વ્હીકલ દેશના રસ્તા પર દોડાવવાનું આયોજન વિચારી રહી છે. દિવસે ને દિવસે ઈંધણના વાહનો ઓછા થશે એટલું જ આપણે કાર્બન ઘટાડી શકીશું. અમારી કંપની પણ તે જ હેતુને ધ્યાનમાં રાખીને આગળ કાર્ય કરી રહી છે જેનો મને આનંદ છે.

error: