જંબુસર શ્રીજી કુંજ સોસાયટીની ઘટના
પરિણીતા ગળે ફાંસો ખાઇ ટુકાવ્યું જીવન
PI,સ્ટાફએ પહોંચી લાશને કબ્જે કરી
PM અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાઇ
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જંબુસર શ્રીજી કુંજ સોસાયટીની 29 વર્ષ પરિણીતા એ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું
જંબુસર શ્રીજી કુંજ સોસાયટીમાં રહેતા જાગૃતી રાહુલ માછી ઉંમર વર્ષ 29 ના લગ્ન 2018માં થયા હતા. અને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેઓએ ગઈકાલે સાંજના આરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના રસોડામાં છત ઉપર લગાવેલ હુક પર દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાધો હતો. અને તેઓને સારવાર અર્થે જંબુસર અલ મહમુદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જાગૃતિને મરણ જાહેર કર્યા હતા. સદર ઘટનાની જાણ જંબુસર પોલીસને થતા તાત્કાલિક પીઆઇ અને સ્ટાફ સાથે પહોંચી જઈ લાશનો કબજો મેળવી ,પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને જંબુસર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર