અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યએ તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી યોજાશે, આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરાશે. સાથે કોર્ટ દ્વારા જે શરતે જામીન આપવામાં આવે તે શરતને પણ સ્વીકારવાની તૈયારી આરોપી દર્શાવી શકે છે. આપને જણાવી દઈએ કે, નબીરો તથ્ય પટેલ અત્યારે સાબરમતી જેલમાં બંધ છે.
ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલે 6 મહિનામાં જ 3 અકસ્માત સર્જ્યા હોવાનું તપાસમાં સામે આવતા અને વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતાં આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. તથ્ય પટેલ વારંવાર ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવામાં માહેર હોવાનું તપાસમાં સામે આવતા આરટીઓ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું હતું.
આરોપી તથ્યના રિમાન્ડ માંગ તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. હાલ તથ્ય પટેલ જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પોલીસે તેની વિરુદ્ધ 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.