ફિલ્મ ‘ગદર 2’ માટે હેડલાઈન્સમાં રહેલા સની દેઓલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો બેંક ઓફ બરોડા દ્વારા લોકસભા સાંસદ અને અભિનેતા સની દેઓલને નોટિસ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 56 કરોડની બાકી રકમ અંગે અભિનેતાને નોટિસ મોકલવામાં આવી છે.
સની દેઓલને બેંક દ્વારા 56 કરોડ રૂપિયા અને વ્યાજની રિકવરી નોટિસ આપવામાં આવી છે. રકમ ન ચૂકવવાને કારણે જુહુમાં સની વિલાના વેચાણ માટે બેંક ઓફ બરોડા દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. નોંધનીય છે, કે 11 ઓગસ્ટે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ઘણા રેકોર્ડ ટોફી નાખ્યા છે, આવી સ્થિતિમાં તેમની સામે કરોડોની લેણી રકમ ન ચૂકવવાનો આરોપ ખૂબ જ આશ્ચર્યજનક છે. અભિનેતાની આ ફિલ્મે 9 દિવસમાં બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.કહેવામાં આવી રહ્યું છે કે બેંક તરફથી સની દેઓલના બંગલા ‘સની વિલા’ની હરાજી 25 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો બેંકે અભિનેતાના બંગલાની હરાજી માટે 51.43 કરોડ રૂપિયાની રિઝર્વ કિંમત રાખી છે.