Skip to main content

Satya Tv News

આજના યુવાનોમાં શોર્ટ વીડિયો બનાવાનો ક્રેઝ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમા પણ હવે ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ મોટા ભાગના લોકો બનાવતા થઈ ગયા છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યવુક અને યુવતીઓ રિલ્સ વધારે બનાવતા હોય છે. ફેમસ થવાના ચક્કરમાં યુવકો જોખમી વીડિયો બનાવી પોતાના અને અન્યોના જીવ જોખમમાં મુકતા હોય છે. આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લઘંન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જેતપુરમાં કાર સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેતપુરના ભાજપના નેતાના દિનેશ ભુવાના પુત્ર જયવીર ભુવાએ કાર સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપ નેતાનો દિકરો મિત્રોની સાથે ચાલુ કારે સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં યુવકોને ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લઘંન કરતા જોવા મળી રહ્યા છે. યુવકોએ ચાલુ કારની ઉપર બેસીને વીડિયો બનાવ્યો છે. ભાજપ નેતા દિનેશ ભુવાના પુત્રનો વીડિયો વાયરલ થતાં લોકોમાં સવાલ ઊભો થયો છે કે શું ટ્રાફિકના તમામ નિયમો નેવે મુકાતા ભાજપ નેતાના પુત્ર સામે કાર્યવાહી થશે?

error: