Skip to main content

Satya Tv News

પોલીસને રવિવારે સાંજે 7.30 વાગ્યે માહિતી મળી હતી કે પરીગામમાં ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓનું એક જૂથ જોવા મળ્યું છે. પોલીસે સેના અને સીઆરપીએફના જવાનો સાથે મળીને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું.

જે બાદ સુરક્ષા દળોએ આખા ગામને ચારે બાજુથી ઘેરી લીધું, આ અંગેની જાણ આંતકીઓને થઈ જતાં તેઓએ ત્યાંથી ભાગવા માટે જવાનો પર ગ્રેનેડ ફેંક્યો, જે બાદ સેનાએ પણ જડબાતોડ જવાબ આપવા માટે ફાયરિંગ શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર, સેનાની આ કાર્યવાહીમાં 2 આતંકીઓના મોત થયા છે. જોકે, હજુ આ મામલે સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

error: