ભારતનું સૌથી મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ‘મિશન મૂન’ ચંદ્રયાન -3 હવે ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. તાજેતરમાં, લેન્ડર વિક્રમને અવકાશયાનથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું અને શનિવારે મોડી રાત્રે ચંદ્રયાન ચંદ્રની બાજુથી માત્ર 25 કિમી દૂર હતું. ISROએ મિશન મૂનને લઈને એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ISROનું કહેવું છે કે લેન્ડરમાં ચાર મુખ્ય થ્રસ્ટર્સ છે જે તેને ચંદ્રની સપાટી પર ઉતરવામાં પૂરી મદદ કરશે અન્ય સેન્સર્સનું પણ પરીક્ષણ કરવામાં આવશે. લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી પ્રયોગો કરશે.
ભારતના ચંદ્રયાનની સાથે રશિયાએ પણ લૂના નામનું તેનું અવકાશયાન ચંદ્ર પર છોડ્યું હતું જે આજે ક્રેશ લેન્ડિંગ થતાં તેની આશાઓ પર પાણી ફરી વળ્યું પરંતુ ભારત પાસે હવે ઈતિહાસ રચવાની તક છે. જો બધું સમું સુથરુ પાર પડ્યું તો ભારતનું ચંદ્રયાન 23 ઓગસ્ટના સાંજના ચંદ્રની ધરતી પર ઉતરી જશે અને આ રીતે ભારત ઈતિહાસ રચી જશે.