રાજકોટ શહેરના પરસાણા નગરમાં સરદાર પાટીદાર ગ્રુપના નવનિયુક્ત હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી હતી. આ સમયે SPGના પ્રમુખ લાલજી પટેલે પાટીદાર સમાજને સંબોધતા મહત્વની વાત કહી હતી. તેમણે દીકરીઓના લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દરેક સમાજની ચિંતા છે. અસામાજીક તત્વો દીકરીને લલચાવી ફોસલાવી ભાગી જાય છે. આ સમયે માતા અને પિતાની અત્યંત ખરાબ પરિસ્થિતિ થતી હોય છે. કાયદામાં સુધારો થાય તેવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પ્રયાસો કરે છે. દીકરીઓના લગ્નની લઘુતમ ઉંમર વધારવામાં આવે. 18ના બદલે દીકરીની 21 વર્ષ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે જ ગામના તલાટીને પણ જાણ કરવી જરૂરી બને તેવું કરવામાં આવે. આ પ્રશ્ન સૌરાષ્ટ્રમાં પણ છે. માતા-પિતાની અજાણ થઈ દીકરીઓ ભાગી જાય છે. સૌરાષ્ટ્રમાં પણ આવતા દિવસોમાં ખોટા લગ્નનો મુદા ઉપાડીશું.
પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી ગોવિંદભાઇ પટેલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર અસરકારક કાયદો બનાવે. આ દરેક સમાજનો સળગતો મુદ્દો છે. આપણે કાશ્મીર ફાઇલની જેમ આપણે કેરલા સ્ટોરી પણ જોઈ છે. માતા-પિતાની સહી વગર લગ્ન માન્ય ન ગણાય તે થવું જરૂરી છે. આ કાર્યક્રમમાં SPGના પ્રમુખ તેમજ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.