Satya Tv News

ગુજરાતના મોટા ભાગના શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શને ઉમટી રહ્યા છે. આજે ગીર સોમનાથના સોમનાથ મહાદેવના મંદિરે પણ વહેલી સવારથી ભાવિકો ઉમટી રહ્યા છે. આજે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજું પણ દર્શનાર્થે શિવભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે. સોમનાથ દાદાના દર્શ કરવા માટે અંદાજે 1 કિલો મીટર લાંબી ભક્તો કતાર લાગી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અગવડ ન પડે તે માટે સુવિધાઓ ઉભી કરાઇ છે.

હિન્દુ ધર્મમાં શ્રવણ માસ અનોખું મહત્વ ધરાવે છે, ત્યારે બીલીમોરા ખાતે આવેલું મીની સોમનાથ જે દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે, એમાં શ્રાવણના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. બીલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા.

error: