Satya Tv News

મેષ (અ.લ.ઈ)
આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય. કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે.

વૃષભ (બ.વ.ઉ)
આજનો દિવસ પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય. આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે. માનસિક ચિંતાઓ રહેશે. પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે.

મિથુન (ક.છ.ઘ)
આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય. માનસિક શ્રમમાંથી મુક્ત બનો. કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે.

કર્ક (ડ.હ)
આજનો દિવસ સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય. બહારગામના કામકાજથી લાભ જણાય. સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય. કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય.

સિંહ (મ.ટ.)
આજનો દિવસ અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય. મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય. કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું. માનસિક અશાંતિમાં રાહત અનુભવશો.

કન્યા (પ.ઠ.ણ.)
આજનો દિવસ નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને. વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે. ઉત્તમ આનંદ મેળવી શકશો. ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત.)
આજનો દિવસ મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે. હિસાબી કામકાજમાં સાવધાની રાખવી. આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય. નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા.

વૃશ્ચિક (ન.ય.)
આજનો દિવસ ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય. વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું. ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય. આરોગ્યની ખાસ કાળજી લેવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનો દિવસ પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો. અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે.

મકર (ખ.જ.)
આજનો દિવસ વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે. જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. કામકાજ સામાન્ય સંભાળીને કરવું.

કુંભ ( ગ.શ.સ.ષ.)
આજનો દિવસ પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે. વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું. વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે. માનસિક અસ્વસ્થતા અનુભવશો.

મીન (દ.ચ.ઝ.થ.)
આજનો દિવસ વિલંબમાં પડેલા કામો પૂરાં થશે. ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય. કામની હળવાશ અનુભવશો. દૈનિક વ્યવસાયથી લાભ થશે.

error: