ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ
ટેકનિકલ ખામીને કારણે વેડફાઈ રહ્યું છે પાણી
પાણીનો વાલ રીપેર થાય તેવી લોક માંગ ઉઠી
ડભોઇ તાલુકાના નડા ગામ બાજુમાંથી પાણી પુરવઠા યોજનાની પીવાના પાણીની લાઈન ગ્રામ્ય વિસ્તારમાં જતી હોય ત્યારે તેના મુખ્ય વાલમાથી કોઈ ટેકનિકલ ખામીને કારણે રોજનુ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોની સુખાકારી અને પ્રાથમિક સુવિધા માટે પાણી પુરવઠા માટે લાખો કરોડ રૂપિયા ગ્રાન્ટ ની ફાળવણી કરતી હોય, ત્યારે ડભોઇ તાલુકાના નડા ગામ ખાતે પાણી પુરવઠા ની લાઈનમાં મોટું ભંગાણ 10 ફૂટ ઊંચા ફુવારા ઉડી રહ્યા છે ,જેમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય ત્યારે ડભોઇ તાલુકાના નડા ગામ બાજુમાંથી પાણી પુરવઠા યોજનાની પીવાના પાણીની લાઈન ગ્રામ્ય વિસ્તારમાં જતી હોય ત્યારે તેના મુખ્ય વાલમાથી કોઈ ટેકનિકલ ખામીને કારણે રોજનુ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે.કર્મચારીઓ કે અધિકારીઓને આ બાબતે ઘોર નિંદામાં હોય તેમ જણાઈ શું પીવાના પાણીની આ લાઈન માટે કોઈ કર્મચારીઓ રોજિંદા તપાસ કરવા નીકળતા નથી, કે પછી ખબર હોય છતાં બે ધ્યાન રહેતા હોય તેમ અવર-જવર કરતા ગ્રામ્ય વિસ્તારના રહેશો માં ચર્ચાઇ રહ્યું હતું. વહેલી તકે વેડફાઈ રહેલું પીવાની લાઈનનુ પાણીનો વાલ રીપેર થાય તેવી લોક લાગણીની માંગ છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ