“લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ LSP-7થી 23 ઓગસ્ટના રોજ ગોવાના દરિયા કિનારેથી વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ કરવામાં આવ્યું” મંત્રાલયે કહ્યું કે, ટ્રાયલના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે.એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના પરીક્ષણ નિયામક અને વૈજ્ઞાનિકો તથા સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સના અધિકારીઓ દ્વારા પરીક્ષણનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસથી મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષણથી તેજસની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આયાતી શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડશે.