આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવનાર છે,ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાનું બારડોલી હંમેશને માટે સંવેદનશીલ રહ્યું છે.ત્યારે બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે બારડોલી નગરમાં એક ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. રેન્જ આઈ જી તેમજ સુરત જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર બારડોલી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ ટીમના જવાનો સાથે ફ્લેક માર્ચ યોજી હતી.
બારડોલી નગરમાં ફ્લેગ માર્ચ કરીને ગણેશ ઉત્સવના તહેવારના રૂટોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ બારડોલીના રાજમાર્ગ તેમજ ગાંધી રોડ ઉપર બારડોલી પોલીસ અને અમદાવાદથી આવેલ આર એ એફ ટીમના જવાનો સાથે ફ્લેક માર્ચ યોજી હતી. તહેવારો દરમિયાન ખાસ કરીને કાયદોના વ્યવસ્થા જળવાય રહે એ હેતુ સાથે બારડોલી ખાતે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી. અને ગણેશ ઉત્સવ ને લઈને જરૂરી આયોજન ની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત બારડોલી