લખીમપુરના દ્વારકાપુરી મહોલ્લાનો રહેવાસી 32 વર્ષીય અષ્ટક તિવારી નામનો યુવાન શનિવારે સાંજે 7:50 વાગ્યે ગદર-2 મૂવી જોવા ફન સિનેમા હોલમાં ગયો હતો. ફોન પર કોઈની સાથે વાત કરતા સિનેમા હોલના ગેટ પાસે પહોંચતા તેને હાર્ટએટેક આવ્યો હતો અને તેને કારણે તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો અને ત્યાં જ તેનું મોત થયું હતું.
હાર્ટએટેક બાદ ઢળી પડવાને કારણે તેનો ફોન પણ નીચે પડ્યો હતો જે અનલોક હતો, ઘટના સ્થળે હાજર ગાર્ડ અને બાઉન્સરોએ તેના ફોનથી ફોન કરીને પરિવારને જાણ કરી હતી. પરિવારજનો સિનેમા હોલમાં દોડી આવ્યા હતા અને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કરી દીધું હતું. આ મામલે જિલ્લાના એડિશનલ એસપી નૈપાલસિંહે જણાવ્યું હતું કે, યુવક ફિલ્મ જોવા ગયો હતો. ત્યાં જ તેનું મોત થયું હતું. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.