અમદાવાદનો ભીડભંજન રોડએ બાપુનગર વિસ્તારનો સૌથી વ્યસ્ત રસ્તો ગણાય છે. આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ રોડ પર પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા વિરોધના શૂર ઉઠ્યા હતા. બાપુનગરમાં પે એન્ડ પાર્કિંગ ટેન્ડર મામલે વિવાદ સર્જાયો હતો. વેપારીઓએ AMC સામે બાંયો ચડાવી હતી, એકસાથે 200 જેટલા વેપારીઓએ દુકાનો બંધ રાખીને કોન્ટ્રાક્ટનો વિરોધ કર્યો હતો.
બાપુનગર વોર્ડના કોર્પોરેટર અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર ઓન રોડ પે એન્ડ પાર્કિંગ માટેનું અગાઉ ટેન્ડર આવ્યું હતું. તે જ સમયે મેં અધિકારીઓને જાણ કરી હતી કે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. વેપારીઓ અને કોર્પોરેટરોના વિરોધ બાદ હવે અમદાવાદના બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે.