Satya Tv News

ISROએ ‘X’ પર પોસ્ટ કરી કે, ‘રોવર પર લાગેલું ઉપકરણ LIBS પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (S)ની હાજરીની સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે. અપેક્ષા મુજબ, Al, Ca, Fe, Cr, Ti, Mn, Si અને O પણ શોધ થઈ છે. એજન્સીએ વધુમાં જણાવ્યું કે, હાઈડ્રોજન ની શોધ ચાલુ છે.

રોવરમાં લાગેલા એલ.આઈ.બી.એસ. ચંદ્રની સપાટી પર તીવ્ર લેસર કિરણો ફેંકીને તેનું વિશ્લેષણ કર્યું હતું. આ લેસર કિરણો ખૂબ જ તીવ્રતાવાળા પત્થરો અથવા જમીન પર પડતાં તેમાંથી અત્યંત ગરમ પ્લાઝ્મા પેદા થયા હતા, આ પ્લાઝ્માથી તેને જાણવા મળ્યું કે નીચે ખનીજો અને રસાયણો રહેલા છે. આ પહેલા વિક્રમ લેન્ડરમાં લગાવવામાં આવેલા એક ખાસ થર્મોમીટરે જણાવ્યું હતું કે ચંદ્રની સપાટીથી ઉપર અને સપાટીથી 10 સેન્ટીમીટર સુધી એટલે કે લગભગ 4 ઇંચ નીચે તાપમાનમાં મોટો તફાવત છે. ઈસરોએ ચંદ્રની સપાટી પર કેટલું તાપમાન પણ તે પણ જાહેર કર્યું હતું. દક્ષિણ ધ્રુવ નજીકની સપાટીનું તાપમાન 50થી 60 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.

કેમિકલની શોધ પહેલા રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલીને સૌ સારા સમાચાર આપ્યાં હતા. રોવરે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી છે.પૃથ્વીવાસીઓની પણ ખબર પૂછી હતી. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ આવવાનું છે. ઈસરોએ પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ હેલો પૃથ્વીવાસીઓ! હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો. હું સૌને જણાવવા ઈચ્છું છું કે હું ચંદ્રનાં રહસ્યો ઉજાગર કરવાનાં પોતાના લક્ષ્ય પર છું અને હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં પણ છીએ. સૌથી સારું પરિણામ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે.

error: