Satya Tv News

વિપક્ષી દળોનાં INDIA ગઠબંધનમાં BSPના શામેલ થવાની અટકળો અંગે માયાવતીએ સ્પષ્ટતા કરી દીધી છે. BSP સુપ્રીમોએ કહ્યું કે તેમની પાર્ટી આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે જ લડશે.તેમણે ટ્વીટર પર કહ્યું કે NDA અને INDIAનાં ગઠબંધનમાં મોટાભાગે ગરીબ વિરોધી, જાતિવાદ, સાંપ્રદાયિક મૂડીવાદી નીતિઓ સાથેની પાર્ટીઓ છે. તેમની નીતિઓનાં વિરોધમાં BSP સતત સંઘર્ષ કરી રહી છે. તેથી તેમના ગઠબંધનમાં જોડાઈને ચૂંટણી લડવાનો સવાલ જ પેદા નથી થતો.

તેમણે વિપક્ષની કેટલીક પાર્ટીઓ પર નિશાન સાધતાં કહ્યું કે પૂર્વ CMએ કહ્યું કે,’BSP, વિરોધીઓનાં જોડતોડ કે જુગાડથી વધારે સમાજનાં વિખેરાયેલ કરોડો ઉપેક્ષિતોને આપસી ભાઈચારાનાં આધાર પર જોડીને તેમના ગઠબંધનથી વર્ષ 2007નાં યૂપી વિધાનસભાની જેમ એકલા જ આવનારી લોકસભા અને ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે.

માયાવતીએ કહ્યું કે આ લોકો ગઠબંધન બનાવવા માટે તૈયાર છે પરંતુ જો એવું ન કરવામાં આવે તો ભાજપ સાથે મિલીભગતનાં આરોપો લગાડે છે. BSP સુપ્રીમોએ વિપક્ષી દળોનાં સેક્યુલરિઝમ પર પણ નિશાન સાધતાં કહ્યું કે તેમની સાથે જોડાઈ ગયાં તો સેક્યુલર અને ન જોડાયાં તો ભાજપાઈ! આ યોગ્ય નથી.

error: